ગુજરાતમા વેચાઈ રહેલી નકલી દવાઓનું વેચાણ અટકાવવા તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. નકલી દવાઓ વેચનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નકલી દવાઓના વેચાણ પર સરકાર સખત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 17 લાખ નકલી દવાઓ જપ્ત કરવામાં આવી છે.
કાયદાકિય નિયમોને વધુ કડક બનાવાશે













