ગાંધીનગરના માણસા ખાતેની કોલેજમાં રાજપૂત સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજપૂત સમાજ વિશે નિવેદન આપતાં વિવાદ થયો હતો. જયરાજસિંહ પરમારે રાજપૂત સમાજના ઈતિહાસ અંગે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. માણસાના રાજવી પરિવારના યુવરાજસિંહે જયરાજસિંહને જાહેરમાં ખખડાવ્યા હતાં. તેમણે સમાજનો ખોટો ઈતિહાસ રજૂ નહીં કરવા ચેતવણી પણ આપી હતી.


[[$googlead]]

ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર ગણાવ્યા

માણસા ખાતે યોજાયેલા સમાજના કાર્યક્રમમાં જયરાજસિંહે કહ્યું હતું કે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી. જયરાજસિંહને રોકીને યુવરાજસિંહ રાઓલે કહ્યું હતું કે, તમે ખોટો ઈતિહાસ રજૂ ના કરો તમે ખોટી માહિતીને રજૂ ના કરો. તેમણે જયરાજસિંહના નિવેદનને સમાજની અસ્મિતા અને ગૌરવનું અપમાન ગણાવ્યું હતું. તેમણે જયરાજસિંહના નિવેદનની જાહેરમા ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે,રાજપૂતોનો ઈતિહાસ વીરતા અને બલિદાન તરીકે ઓળખાય છે તેની સાથે કોઈ ચેડાં કરે તે સહન નહીં કરી લેવાય.

[[$alsoread]]

માણસાના રાજવી અને જયરાજસિંહ વચ્ચે બોલાચાલી

જયરાજસિંહ પરમારના નિવેદનને રોકીને તેમની ટીકા કરનારા યુવરાજસિંહ અંગે રાજપૂત સમાજમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. તેમના આ નિવેદનને રાજપૂત સમાજના અપમાનની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. માણસાના રાજવી અને જયરાજસિંહ વચ્ચે સ્ટેજ પર જ બોલાચાલી થઈ હતી. યુવરાજસિંહે જયરાજસિંહ ખોટો ઈતિહાસ જણાવતા હોવાનો આક્ષેપ કરાયો હતો. બંને વચ્ચે થયેલી આ બોલાચાલીને કારણે રાજપૂત સમાજ સહિત રાજકીય રીતે પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સમાજનો આ વિવાદ રાજકીય પ્લેટફોર્મ પર વકરે તેવી શક્યતાઓ સુત્રો દ્વારા સેવાઈ રહી છે.


  • Follow us on: