રાજ્યમાં કમોસમી વરસાદ બાદ પાક સદંતર નિષ્ફળ ગયો છે અને ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ છે. ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ રાહત પેકેજની માગ કરી રહ્યા છે. આજે યોજાયેલી કિસાન સંઘની પ્રેસ કોન્ફરન્સમાં કિસાન સંઘે કહ્યું હતું કે માત્ર દેવા માફી એ કોઇ ઉકેલ નથી. બધા ખેડૂતો લોન લેતા નથી તેથી લોન નથી લીધી એવા ખેડૂતોને લાભ મળવો જોઇએ.


કેટલાક ખેડૂતો જમીન ભાડે રાખીને પણ ખેતી કરે છે

કિસાન સંઘના મહામંત્રી આર.કે.પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતીય કિસાન સંઘની સ્પષ્ટ વાત છે કે બધા ખેડૂતો લોન લીધી એવું નથી . કેટલાક ખેડૂતો જમીન ભાડે રાખીને પણ ખેતી કરે છે . લોન નથી લીધી એવા ખેડૂતો ને પણ લાભ મળવો જોઈએ . માત્ર દેવા માફી એ ઉકેલ નથી

18 હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકાર ના બચ્યા

તેમણે કહ્યું કે હાલની સ્થિતિમાં ખેડૂતોને ખુબ મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે . મુખ્યમંત્રી પોતે ખેડૂતોને મળ્યા એ આવકારદાયક છે . તેમણે કહ્યું કે 2016 થી 2016-20 સુધી સરેરાશ પીએમ ફસલ યોજના અંતર્ગત 12 હજાર કરોડ રૂપિયા ચૂકવાયા હતા બાદમાં 2020 થી આ યોજનાનો અમલ બંધ કર્યો હતો . આ પ્રીમિયમ મરજીયાત થવાથી 18 હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકાર ના બચ્યા છે . આ વર્ષોમાં આફત ના 5300 કરોડ સરકારે ખેડૂતોને ચૂકવ્યા છે . આવી રીતે કેન્દ્ર ને પણ એનો ફાયદો થયો છે

 આફતમાં સરકાર અને સમાજ બંને ખેડૂતોની સાથે રહે

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આજે આફત છે. ખેડૂતોને 18000 થી લઈને 28000 સુધીના ખર્ચ અંદાજ આવે છે . હવે ખેડૂતો એક થવાની જરૂર છે . આ આફતમાં સરકાર અને સમાજ બંને ખેડૂતોની સાથે રહે અને સરકાર ખર્ચને ધ્યાને રાખી વળતર જાહેર કરે . તેમણે કહ્યું કે સરવે થાય એ આવકારદાયક વાત છે

સરવેમાં અધિકારી GR ની આડમાં કેટલાક પાકોનો સર્વે કરતા નથી

તેમણે કહ્યું કે 100% નુકશાન વાળા બે અને 50% નુકશાન વાળાને એક જ રકમ મળે એ અસમાનતા છે દરેક ખેડૂતો લોન નથી લેતા અને ઘણા ખેડૂતોને તો બેન્ક પણ લોન નથી આપતી . આવા ખેડૂતોને સરકાર વળતર ની જાહેરાત કરે. સરવેમાં અધિકારી GR ની આડમાં કેટલાક પાકોનો સર્વે કરતા નથી. તેમણે કહ્યું કે મગફળી ફરી ઉગી ગઈ છે.. સોયાબીન ઊભા પાકને સર્વે માં નથી લેવાયા


  • Follow us on: