ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ચોમાસાની વિદાય બાદ પણ માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. ખેતરમાં માવઠાને કારણે ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. અનેક ખેડૂતોના હાલ બેહાલ થયાં છે. ખેતરમાં તૈયાર થયેલા પાકને વાઢ્યા પહેલા જ માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે. ત્યારે સરકારે પાક નુકસાનીનો સરવે શરૂ કર્યો છે. જેનો રાજ્યના અનેક ઠેકાણે વિરોધ કરવામાં આવ્યો છે.


[[$googlead]]

સરવે કરવા માટે આવેલી ટીમનો વિરોધ કરવામાં આવ્યો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની વાવડી ગામમાં લોકોએ સરવેનો વિરોધ કર્યો છે. ગામમાં પાક નુકસાનીનો સરવે કરવા આવેલી ટીમનો વિરોધ કરીને ગામના લોકોએ સરવે કરવા દીધો નહોતો. ગામના લોકોનું કહેવું છે કે, જે રીતે પાકમા નુકસાન થયું છે તેના માટે સરવેની જરૂર નથી. સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગામ લોકોના વિરોધ બાદ સરવે કરવા માટે આવેલી ટીમ પાછી ફરી હતી. છોટા ઉદેપુરમાં પણ ખેડૂતોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો. દ્વારકાના જામ ખંભાળિયા તાલુકામાં પણ સરવે કરવા માટે આવેલી ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સરપંચોએ મુખ્યમંત્રીને પત્રો લખીને રજૂઆતો કરી

બીજી તરફ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના 53 ગામના સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો હતો. સરપંચોએ મુખ્યમંત્રીને પત્રો લખીને રજૂઆતો કરી હતી. તેમણે સરકારને સમગ્ર તાલુકાને લીલા દુકાળથી અસરગ્રસ્ત તાલુકો જાહેર કરવા માગ કરી હતી. વડોદરાના વાઘોડિયામાં પણ મઢેલી, લીમડા સહિતના ગામના ખેડૂતોએ સો ટકા સરવેની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સેટેલાઈટ અને ઓફલાઈન સરવે નહીં કરવા વિરોધ કર્યો હતો. આ ઉપરાંત સો ટકા દેવા માફીની માગ કરી હતી. ગ્રામ સેવકો પણ સરવેની કામગીરી અટકાવીને ચાલ્યા ગયા હતા.

[[$alsoread]]


  • Follow us on: