દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કેદીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ પણ પોતાના પરિવાર સાથે આ તહેવાર ઉજવી શકે તે હેતુસર 143 કેદીઓને 15 દિવસના વિશેષ પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે. સરકારના આ પગલાથી કેદીઓમાં સુધારણાની પ્રક્રિયાને વેગ મળશે તેમજ તેઓ પોતાના સ્વજનો સાથે રહીને હર્ષોલ્લાસભેર દિવાળી પર્વની ઉજવણી કરી શકશે.
આગામી 6 નવેમ્બરે ધનતેરસના દિવસે મુક્ત થશે કેદીઓ
સરકારની આ વિશેષ યોજના હેઠળ આગામી 6 નવેમ્બરે ધનતેરસના શુભ દિવસે આ કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ પેરોલનો લાભ મેળવનારાઓમાં ખાસ કરીને વયેરકા અને મહિલા કેદીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં 60 વર્ષથી વધુ વયના 103 પુરુષ કેદીઓ તેમજ 40 મહિલા કેદીઓ પોતાના પરિવારજનો સાથે ઘરે રહીને દિવાળીના દીપોત્સવની ઉજવણી કરશે. લાંબા સમયથી જેલની ચાર દિવાલો વચ્ચે રહેતા આ કેદીઓ માટે પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનો આ અવસર ખૂબ જ ભાવાત્મક બની રહેશે.
