પવિત્ર ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે રાજ્ય સરકાર અને શાસક પક્ષ દ્વારા એક વિશેષ યોજના બનાવવામાં આવી છે. આ ખાસ દિવસે રાજ્યના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને પોતપોતાના વિસ્તાર તેમજ રાજ્યના અગ્રણી સંતો-મહંતોનું સન્માન અને પૂજન કરવાનો મહત્વપૂર્ણ ટાસ્ક સોંપવામાં આવ્યો છે. આ અંગે ભાજપ સંગઠન અને સરકાર દ્વારા તમામ મંત્રીઓ અને શાસક પક્ષના ધારાસભ્યોને જરૂરી સુચનાઓ પણ જારી કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી પોતે અડાલજ સ્થિત ત્રિ-મંદિર ખાતે પૂજા કરશે
ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વે મુખ્યમંત્રી પોતે અડાલજ સ્થિત ત્રિ-મંદિર ખાતે પહોંચીને વિશેષ પૂજા-અર્ચના કરશે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે.
