કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમ દ્વારા સોશિયલ મીડિયા પર 'દિમાગી નક્સલ' શબ્દાવલી અને નક્સલવાદને લઈને કરવામાં આવેલા ટ્વીટ બાદ નવો વિવાદ ઊભો થયો છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને નક્સલવાદ જેવા સંવેદનશીલ મુદ્દે પૂર્વ ગૃહમંત્રીના નિવેદન સામે ભાજપના નેતાઓએ કડક પ્રતિક્રિયા આપી છે.
હર્ષ સંઘવીનો સણસણતો જવાબ
https://twitter.com/sanghaviharsh/status/2088980430137471134
ચિદમ્બરમના નિવેદન પર હર્ષ સંઘવીનો પલટવાર
ચિદમ્બરમના આ નિવેદન સામે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં પ્રત્યુત્તર આપતા યુપીએ (UPA) સરકારના 10 વર્ષના શાસન પર સીધા સવાલો દાગ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ચિદમ્બરમના આ નિવેદન પરથી હવે દેશને સમજાય છે કે UPA શાસન દરમિયાન દેશમાં નક્સલવાદીઓ આટલા બધા સક્રિય કેમ થયા હતા.
હર્ષ સંઘવીના મુખ્ય પ્રહારો
પીએના દસ વર્ષના શાસનકાળમાં શા માટે આપણા પોલીસ જવાનો અને સીઆરપીએફ (CRPF) ના શૂરવીર જવાનો શહીદ થતા રહ્યા તે આ માનસિકતાથી સ્પષ્ટ થાય છે.નક્સલવાદીઓના હિંસક હુમલાઓમાં ૫ હજાર જેટલા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા તે પાછળ તત્કાલીન સરકારની ઢીલી નીતિ અને નક્સલવાદ પ્રત્યેની નરમ માનસિકતા જવાબદાર હતી.દેશના પૂર્વ ગૃહમંત્રી જો નક્સલવાદના બચાવમાં આવા નિવેદનો આપતા હોય તો તે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે.
આ પણ વાંચો: Sabarkantha: હિંમતનગરમાંથી 4 વર્ષથી ફરાર અને 10 ગુનાનો વોન્ટેડ રીઢો ગુનેગાર સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર ઝબ્બે