રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવવા માટે લાયકાત ધરાવતા શિક્ષકો માટે આયોજિત વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા H TAT અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા H TAT માટેની ઓનલાઈન અરજી અને ફી ભરવાની સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
H TAT અંગે મહત્વના સમાચાર
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સમયમર્યાદા મુજબ, ઉમેદવારો હવે 25 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત, નેટ બેન્કિંગ મારફતે પરીક્ષા ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી બઢતીની તૈયારી કરી રહેલા હજારો શિક્ષકોને મોટી રાહત મળી છે અને જે ઉમેદવારો ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હતા તેઓને વધુ એક તક સાંપડી છે.

