ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વના ફેરફાર વચ્ચે રાજ્યના ચૂંટણી વિભાગમાં એક મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા IAS અધિકારી રિંકેશ પટેલ (આર. પી. પટેલ)ને જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 IAS અધિકારી રિંકેશ પટેલને સોંપાઈ મોટી જવાબદારી

ઉલ્લેખનીય છે કે, આર. પી. પટેલ ભૂતકાળમાં રાજ્યના ચૂંટણી પંચમાં એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ચૂંટણી પ્રક્રિયાઓ, મતદારયાદી સુધારણા અને વહીવટી સંકલનનો તેમને બહોળો અનુભવ હોવાથી તેમની આ પસંદગીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અધિકારી રિંકેશ પટેલને થોડા મહિનાઓ પહેલાં જ રાજ્ય સેવામાંથી પ્રમોશન મેળવીને ભારતીય વહીવટી સેવા (IAS) કેડરમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચ માટે નવો આયામ

તેમના અગાઉના ચૂંટણી વહીવટના અનુભવનો લાભ આગામી ચૂંટણી લક્ષી કામગીરીઓ અને મતદાર જાગૃતિ અભિયાનમાં મળશે. જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર તરીકે તેઓ રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે સીધું સંકલન સાધશે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં PhD એડમિશન મુદ્દે ABVP નો હંગામો; VC એ આપી સત્તાવાર સફાઈ