ગાંધીનગરના દહેગામમાંથી કાચબાનો કારોબાર ઝડપાયો છે, જેમાં ઇન્ડિયન સ્ટાર કાચબાનો ગેરકાયદેસર વેપાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે, સાત કાચબા સાથે આરોપી ભદ્રેશની ધરપકડ કરવામાં આવી છે અને વન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે, સ્ટાર કાચબાનો શિડ્યુલ-1ના પ્રાણીઓમાં સમાવેશ થાય છે જેમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કે વેપાર કરી શકાય નહી.


[[$googlead]]

સાત ઇન્ડિયન સ્ટાર કાચબા મળી આવ્યા

દહેગામ ગુજરાત હાઉસિંગ સોસાયટીમાંથી ગેરકાયદેસર ઇન્ડિયન સ્ટાર કાચબાનો વ્યાપાર કરતો ઈસમ ઝડપાયો છે, સાત કાચબા કબજે કરીને ઝડપાયેલા ઈસમ સામે વન સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો છે, ભદ્રેશ શિવાભાઈ નાગરના ઘરે વન વિભાગે રેડ કરી હતી અને મકાનની છત ઉપર પાંજરામાં પુરવામાં આવેલ સાત ઇન્ડિયન સ્ટાર કાચબા મળી આવતા કબજે કરવામાં આવ્યા હતા, કાચબા વન સંરક્ષણ અધિનિયમ મુજબ શિડ્યુલ -1 માં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી તેને ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેપાર કરી શકાય નહીં.

[[$alsoread]]

કાચબા કોને આપવામાં આવતા હતા તે દિશામાં તપાસ કરાઈ

તો વન વિભાગે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, આરોપીની અટકાયત કરીને તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે, તો આ કાચબા કોને આપવામાં આવતા હતા અને કયાંથી લાવવામાં આવતા હતા તે દિશામાં વન વિભાગની તપાસ ચાલી રહી છે, ત્યારે જોવાનું રહ્યું કે આ કાચબાને વિદેશ મોકલવામાં આવતા હતા કે શું તે દિશામાં તપાસ કરાઈ રહી છે.

દરિયાઇ કાચબાઓ હાલમાં પણ આપણા માટે રહસ્યમય છે

જેનુ કારણ છે કે તે કોચલામાંથી બહાર નીકળી સમુદ્રમાં પહોંચી પુખ્ત બને તે ઘટનાચક્ર વિષે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. એવું માનવામાં આવે છે કે જે સ્થળે જન્મ થયો હોય તેજ કાંઠે માદા પુખ્ત બન્યા પછી ફરી ઇંડા મુકવા આવે છે. ફક્ત માદા કાચબા જ ઇંડા મૂકવા ધરતી પર આવે છે. આ માદા કાચબા સપ્ટેમ્બર થી લઇ એપ્રિલ સુધીમાં ઇંડા મુકવા ધરતી પર આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી લઇ હર્ષદ સુધીના દરિયા કાંઠાના વિસ્તારમાં માદા કાચબા ઇંડા મુકવા આવે છે.

  • Follow us on: