ગુજરાતના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિને લઈને સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલ્વે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી  અશ્વિની વૈષ્ણવ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં ચાલી રહેલા અને આયોજન હેઠળના મુખ્ય પ્રોજેક્ટ્સની સ્થિતિ અને પડકારો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.


ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રીની મુખ્યમંત્રી સાથે બેઠક

ગુજરાતમાં ચાલી રહેલા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે. પ્રોજેક્ટને ઝડપી બનાવવા અને આવતા પડકારોને દૂર કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહેલા સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સંબંધિત મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટ પર ચર્ચા

રાજ્યમાં સેમી કંડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને પ્લાન્ટના નિર્માણની પ્રગતિ વિશે ચર્ચા થઈ છે. આ બેઠક ગુજરાતના માળખાગત વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના મજબૂત સંકલનને દર્શાવે છે.

  • Follow us on: