ગાંધીનગરમાં મહેશ લાંગા કેસના સંદર્ભમાં દસ દિવસ પહેલા ધરપકડ કરાયેલા એક આરોપીનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક આરોપી નિષિધ જાની, જે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ફરજ બજાવતા હતા, તેમની ધરપકડ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસે કરી હતી.


મહેશ લાંગા કેસમાં આરોપીનું મોત

પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ નિષિધ જાનીને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, આરોપીને ફેફસાંની જૂની બીમારી (Lungs disease) હતી. જેલમાંથી તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આરોપી નિષિધને પહેલાથી ફેફસાંની બીમારી હતી

ગત મોડી રાત્રે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમનું મોત થયું હતું. આ સમગ્ર મામલે જેલ સત્તાવાળાઓ અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

  • Follow us on: