ગુજરાતમાં ચોમાસાના કારણે અનેક રોડ પર ખાડા પડી ગયા છે. ક્યાંક ખાડામાં વાહન ચાલકો પટકાય છે અને મોતને ભેટે છે. બીજી તરફ પાણી ભરેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટિંગ પણ કરવામાં આવતું નથી. ગુજરાતને દેશમાં વિકાસનું મોડેલ કહેવામાં આવે છે. પરંતુ આ વિકાસના મોડેલના પાટનગરમાં એક બાળકનું પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોત નિપજ્યું હતું.


સેક્ટર 1થી 30માં ડ્રેનેજની કામગીરી ચાલુ છે

આ ઘટનામાં ગાંધીનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે.એમ. વાઘેલાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સેક્ટર એકમાં બાળકનું ડૂબી જવાથી મોત થયું છે તે ઘટના ખૂબ જ વ્યથિત કરનારી છે. અગાઉ બાળકોને ઘટના સ્થળેથી દૂર કર્યા હતાં. મૃતક બાળકની સહાય માટે વિચારણા ચાલી રહી છે. ગાંધીનગરમાં તમામ તળાવો ફૂલ પ્રૂફ સિક્યોર છે. સેક્ટર 1થી 30માં ડ્રેનેજની કામગીરી ચાલુ છે. જ્યાં બાળકના મોતની ઘટના બની છે ત્યાં એલિમેન્ટ ઓફ સેન્ટિમેન્ટ હતું. સ્થાનિકોએ ત્યાં પણ કામ અટકાવ્યું હતું.

ગાંધીનગરમાં તમામ તળાવો ફરતે બેરિકેડ રખાયા

તેમણે વધુમાં કહ્યું હતુ કે, ગાંધીનગરમાં તમામ તળાવો ફરતે બેરિકેડ રખાયા છે. બને એટલું ઝડપથી કામ પૂર્ણ કરવા પ્રયાસ શરૂ કરાયા છે. સેક્ટર 1થી 30માં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. સેક્ટર 5,6 અને 2 સિવાયના સેક્ટરમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જયાં પ્રોબ્લેમ આવે છે ત્યાં વેટ મિક્સ નખાયું છે. હવેથી અસુરક્ષિત જગ્યા નહીં ચલાવી લેવાય. હાલની સ્થિતિએ એજન્સીએ પોતે સિક્ટોરિટી રાખી હતી. હવે જરૂર પડશે તો સૂચના અપાશે.


  • Follow us on: