ગુજરાતમાં માર્ગ અને પરિવહન માળખાને વધુ મજબૂત બનાવવા માટે નેશનલ હાઈવે-51 (NH-51) ના વિસ્તરણની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં હાઈવેના વિસ્તરણ માટે જમીન સંપાદન (Land Acquisition) કરવા અંગે કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન (Gazette Notification) જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, ચૂડા (Chuda) તાલુકાના ભૃગુપુર (Bhrugupur) અને છત્રીયાળા (Chhatriyala) ગામની જમીન તેમજ લીંબડી (Limbdi) તાલુકાના ચોરણિયા (Choraniya) ગામની જમીન સંપાદન કરવામાં આવશે.

વિકાસ કામગીરી આગળ વધશે

કેન્દ્ર સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નેશનલ હાઈવે-51 ને જરૂરિયાત મુજબ ટુ-લેન (Two-Lane), ફોર-લેન (Four-Lane) અને પેવ્ડ શોલ્ડર (Paved Shoulder) સાથે આધુનિક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થવાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં NH-51 ના વિકાસની કામગીરી ઝડપથી આગળ વધશે, જેનાથી આ રૂટ પરથી પસાર થતા વાહનચાલકો અને માલવાહક પરિવહનને મોટી સુવિધા મળશે.

જમીન સંપાદન સામે વાંધો અંગે 21 દિવસમાં રજૂઆત કરી શકાશે

ગેઝેટ નોટિફિકેશન પ્રસિદ્ધ થયા બાદ નિયમોનુસાર અસરગ્રસ્ત જમીન માલિકો અને ખેડૂતોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને આ જમીન સંપાદન સામે કોઈ વાંધો હોય, તો તેઓ નોટિફિકેશન જાહેર થયાના 21 દિવસ (21 Days) ની અંદર સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની લેખિત રજૂઆત કરી શકશે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને હાઈવે વિસ્તરણના કાર્યને અંતિમ ઓપ આપવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot News : જેતપુરમાં યુવકના આપઘાત મામલે તપાસ, નવાગઢના 20 વર્ષીય યુવકે સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું