PM નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતના બે મહત્વના સ્થાકો વડનગર અને બહુચરાજીની મુલાકાત લેશે. PM નો આ પ્રવાસ ગુજરાતના વિકાસ કર્યોને વેગ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.
વડનગર અને બહુચરાજીમાં મહત્વના પ્રોજેક્ટ્સ ઉદ્ઘાટન
PM મોદી પોતાના વતન વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટથી વડનગર અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહારની સુવિધામાં ઘણો સુધારો થશે. આ ઉપરાંત, તેઓ બહુચરાજી ખાતે ઈલેક્ટ્રીક વાહન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રાજ્યને અગ્રેસર બનાવવામાં મદદ કરશે. 25 ઓગસ્ટે તેઓ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે.
વિકાસ અને પ્રગતિના સંદેશ સાથે PM નો પ્રવાસ
PM નો આ પ્રવાસ ગુજરાતની પ્રગતિ અને વિકાસના સંકલ્પને વધુ મજબૂત કરશે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને ઈલેક્ટ્રીક વાહન પ્લાન્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક નવી દિશા ખોલશે. PM ના આ પ્રવાસથી ગુજરાતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.









