દેશના PM નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસીય સત્તાવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન PM ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) કેવડિયા ખાતે અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. PMના આગમનને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
30 ઓક્ટોબર: બનાસકાંઠામાં ભીલડી મુલાકાત અને ગાંધીનગરથી કેવડિયા સુધીનો પ્રવાસ
PM નરેન્દ્ર મોદીના પ્રવાસના પ્રથમ દિવસ એટલે કે 30 ઓક્ટોબરના રોજનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ નીચે મુજબ છે:
- સવારે 8:45 કલાકે: ડીસા એરપોર્ટ આગમન.
- સવારે 9:10 કલાકે: ભીલડી ખાતે આગમન અને BBBRC કેટલ ફાર્મ તથા ET IVF લેબની વિશેષ મુલાકાત.
- સવારે 10:30 કલાકે: ભીલડી ખાતે ભવ્ય જાહેર સભા, જ્યાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ પીએમ જનસભાને સંબોધશે.
- બપોરે 12:00 કલાકે: ભીલડીથી ગાંધીનગર રાજભવન માટે રવાના.
- બપોરે 1:00 થી 4:00 કલાક: ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ અને રાજકીય તથા સંગઠનના આગેવાનો સાથે બેઠકો/મુલાકાત.
- સાંજે 4:00 કલાકે: ગાંધીનગરથી હેલિકોપ્ટર/વિમાન દ્વારા કેવડિયા જવા રવાના.
- સાંજે 5:00 કલાકે: કેવડિયા આગમન અને ભારત પર્વ પેવેલિયન તથા રેન ફોરેસ્ટ, વમન વૃક્ષ વાટિકા વગેરેની મુલાકાત.
- સાંજે 6:00 કલાકે: કલ્ચર ગ્રાઉન્ડ ખાતે 'આનંદ મઠ' નાટકમાં ઉપસ્થિતિ.
- સાંજે 7:45 કલાકે: એકતા પ્રકાશ પર્વમાં હાજરી.
- રાત્રે 8:15 કલાકે: વિશ્વપ્રસિદ્ધ નર્મદા ઘાટ પર નર્મદા આરતીમાં ભાગ લેશે. (રાત્રિ રોકાણ કેવડિયા નર્મદા ખાતે રહેશે.)
31 ઓક્ટોબર: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ
પ્રવાસના બીજા દિવસે, 31 ઓક્ટોબરના રોજ PM કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહમાં ભાગ લેશે:
- સવારે 9:00 કલાકે: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે.
- સવારે 9:15 કલાકે: કેવડિયાના વિવિધ નવા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
- સવારે 9:40 થી 10:10 કલાક: રેન ફોરેસ્ટ અને વમન વૃક્ષ વાટિકાની મુલાકાત.
- સાંજે 5:30 કલાકે: ભવ્ય 'એકતા દિવસ'ની રાષ્ટ્રીય ઉજવણીમાં વિશેષ ઉપસ્થિતિ અને પરેડમાં સહભાગી બનશે.
- મોડી સાંજે 7:40 કલાકે: કેવડિયાથી વડોદરા એરપોર્ટ માટે રવાના.
- રાત્રે 9:10 કલાકે: વડોદરા એરપોર્ટથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી પરત જવા રવાના થશે.
આ પણ વાંચો : New Opportunity : ગુજરાત સરકારની મોટી વિદેશી કૂચ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં જાપાન-દક્ષિણ કોરિયાનો પ્રવાસ સુપરહિટ