સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિવિધ કેડરમાં 2900થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
વિવિધ કેડર મુજબ જગ્યાઓની વિગત
આ ભરતી હેઠળ અલગ-અલગ જગ્યાઓ માટે નિમણૂક કરવામાં આવશે: બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1000 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1000 જગ્યાઓ, SRPF કોન્સ્ટેબલ: 841 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક: 133 જગ્યાઓ, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર: 26 જગ્યાઓ.

