ગુજરાત બિન અનામત આયોગના મુદ્દે રાજકારણ ગરમાયું છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આયોગને ચેરમેન ન મળવા બદલ સરકાર અને પાટીદાર નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. આ મામલે હવે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ બાંભણિયાના સૂર પૂરાવતા સરકાર પર આક્ષેપો કર્યા છે.


[[$googlead]]

કિરીટ પટેલનું આકરૂં નિવેદન

કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે કે, "બિન અનામત આયોગ માત્ર નામ પૂરતું જ છે. દિનેશ બાંભણિયાની વાત સાથે અમે સંપૂર્ણ સહમત છીએ અને જો આયોગને ચેરમેન નહીં મળે તો અમે પણ તેની ઓફિસને તાળું મારવા જઈશું." તેમણે વધુમાં જણાવ્યું છે કે, બિન અનામત નિગમમાં હજારો અરજીઓ પેન્ડિંગ છે અને ચેરમેન ન હોવાથી કોઈ કાર્યવાહી થઇ રહી નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહી છે.

[[$alsoread]]

દિનેશ બાંભણિયાના પ્રહાર

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ બિન અનામત નિગમમાં ચેરમેનની નિમણૂક ન થવા બદલ પાટીદાર નેતાઓ અને સામાજિક શૈક્ષણિક આગેવાનોને "માયકાંગલા" ગણાવ્યા છે. તેમને જણાવ્યું કે, ત્રણ વર્ષ વીતી જવા છતાં આયોગને ચેરમેન મળ્યા નથી. નિગમમાં હાલ 3200 અરજીઓ પેન્ડિંગ છે જેના કારણે અનેક યુવાનોને લાભ મળતો નથી. બાંભણિયાએ સરકારને 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેવાની ચીમકી ઉચ્ચારી છે અન્યથા તેઓ આંદોલન કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે.


  • Follow us on: