ગુજરાતના દૂધ સંઘોમાં ચાલી રહેલા ભાવફેર વિવાદ પર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના નવા ચેરમેન અશોક ચૌધરીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વિવાદને ઉકેલવા માટે સંઘ સાથે બેઠક કરવામાં આવશે.


[[$googlead]]

GCMMF ચેરમેન અશોક ચૌધરીએ આપ્યું નિવેદન

ચેરમેન અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે ભાવફેર નક્કી કરતી વખતે નફા અને નાણાંકીય સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે. આ સૂચવે છે કે, ભાવફેર એ માત્ર દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતી રકમ નથી, પરંતુ ડેરીની એકંદર આર્થિક કામગીરી અને સ્થિરતા પર પણ આધાર રાખે છે. GCMMF ના આ પગલાથી આશા છે કે, દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળી રહે અને ડેરી સંઘો પણ આર્થિક રીતે સદ્ધર રહી શકે.

[[$alsoread]]

GCMMF ભાવફેર બાબતે ડેરી સાથે બેઠક કરશે

GCMMFદ્વારા આ ભાવફેર બાબતે સંબંધિત ડેરીઓ સાથે બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં ભાવફેર અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને સર્વસંમતિથી કોઈ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તાજેતરમાં જ કેટલાક દૂધ સંઘો જેમ કે, સાબર ડેરીમાં ભાવફેરને લઈને પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા જે બાદ આ નિવેદનનું મહત્વ વધી હાય છે.

અશોક ચૌધરી બન્યા GCMMF ના નવા ચેરમેન

તમને જણાવી દઈએ કે, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવી છે. અશોક ચૌધરીને અઢી વર્ષ માટે GCMMF ના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન બન્યાં છે. સાબર ડેરીમાં થયેલા વિવાદને કારણે શામળ પટેલને રીપિટ કરવામાં આવ્યા નથી.



  • Follow us on: