ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મહેસૂલી કર્મચારીઓના આંદોલનને લઈને એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી મંડળના આગેવાનો વચ્ચે યોજાયેલી સકારાત્મક બેઠક બાદ મહેસૂલી કર્મચારીઓએ પોતાની હડતાળ સમેટાઈ જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સરકાર દ્વારા પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

7 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અચોક્કસ મુદતની હડતાળ

મળતી માહિતી મુજબ, મહેસૂલી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને ગત 1 ઓક્ટોબરથી અલગ-અલગ વિરોધ કાર્યક્રમો અને આંદોલનના માર્ગે હતા. માગણીઓ સંતોષવામાં ન આવતા આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને ગત 7 ઓક્ટોબરથી કર્મચારીઓ સંપૂર્ણપણે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા, જેના કારણે નાગરિકોના કામકાજ પણ પ્રભાવિત થયા હતા.


https://x.com/sandeshnews/status/2108551833153352090?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108551833153352090%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


સરકારની ખાતરી બાદ કર્મચારીઓ દ્વારા હડતાળ પરત ખેંચાઈ

કર્મચારીઓની હડતાળને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમના આગેવાનો સાથે મંત્રણા યોજી હતી. સરકારે તેમની સમસ્યાઓ અને માંગણીઓનો ટૂંક સમયમાં જ યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે. સરકારની આ સકારાત્મક પહેલ બાદ કર્મચારી મંડળે હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે, જેને કારણે હવે વહીવટી કામગીરી રાબેતા મુજબ શરૂ થવાની આશા બંધાઈ છે.


https://x.com/sandeshnews/status/2108550759168323826?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108550759168323826%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આ પણ વાંચો: Gandhinagar News: પ્રેમ સંબંધના વહેમમાં ખૂની ખેલ, કલોલના બોરીસણામાં યુવકની કરપીણ હત્યા!