ભારતીય વાયુસેના (IAF) ના એકમાત્ર પરમ વીર ચક્ર (PVC) પુરસ્કાર વિજેતા, ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સેખોનની બહાદુરી અને વારસાને યાદ કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC) દ્વારા આજે, 2 નવેમ્બર 2025ના રોજ, 'સેખોન ઇન્ડિયન એર ફોર્સ મેરેથોન'નું પ્રથમ સંસ્કરણ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું.
ઉત્સાહભેર ભાગીદારી અને મેરેથોનનું પ્રારંભ
આ મેરેથોનમાં વાયુ યોદ્ધાઓ, તેમના પરિવારો, શાળાના બાળકો અને ગાંધીનગરના જાગૃત નાગરિકો સહિત 1,000 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મેરેથોનનું આયોજન ત્રણ જુદી જુદી શ્રેણીઓમાં કરવામાં આવ્યું હતું. 21 કિમી, 10 કિમી અને 05 કિમી. કાર્યક્રમને સવારે 5:30 વાગ્યે 'વાયુ શક્તિ નગર કેમ્પસ' ખાતેથી એર માર્શલ નાગેશ કપૂર SYSM PVSM, AVSM, VM, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C), SWAC દ્વારા લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. દોડવીરોએ ભારે ઉત્સાહ અને ખેલદિલી દર્શાવી હતી, જેના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ બન્યો.










