ગુજરાતની આર્થિક અને સામાજિક જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આવતીકાલે તેની મહત્તમ ઊંચાઈ 138.68 મીટર (455 ફૂટ) ની સર્વોચ્ચ સપાટીએ પહોંચીને સંપૂર્ણ ભરાઈ જશે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી વિપુલ પાણીની આવકને પગલે ડેમમાં 9460 મિલિયન ઘન મીટરની કુલ સંગ્રહ ક્ષમતા છલકાઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર 2017 ના રોજ ડેમ રાષ્ટ્રને સમર્પિત કરાયા બાદ આ ઇતિહાસમાં 07મી વાર બનશે જ્યારે નર્મદા ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ઓવરફ્લો થશે.

WhatsApp Image 2026-09-29 at 7.42.12 PM

ગુજરાત માટે મોટા અને હરખના સમાચાર

આ આનંદમય અને ઐતિહાસિક પ્રસંગે નર્મદા મૈયાના વધામણાં કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાંજે એકતા નગર (કેવડિયા) ખાતે સ્થિત સરદાર સરોવર ડેમ પરિસરમાં પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ અને ચુંદડી અર્પણ કરીને જલપૂજન કરશે. આ પ્રસંગે નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

narmada dam

સરદાર સરોવર નર્મદા ડેમ થશે ઓવરફ્લો

નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ જવાથી સમગ્ર ગુજરાત રાજ્યની પીવાના પાણી અને સિંચાઈની ચિંતા દૂર થઈ ગઈ છે. આ જળાશયમાંથી રાજ્યના 10,453 ગામડાઓ, 190 શહેરો અને 7 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત 4 કરોડથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. 2017માં પૂર્ણ ઊંચાઈ મેળવ્યા બાદ ડેમ 2019, 2020, 2022, 2023, 2024, 2025 અને હવે 2026 માં એમ સતત સાતમી વાર પૂર્ણ ભરાઈને નવો કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે.

WhatsApp Image 2026-09-29 at 7.46.19 PM

આ પણ વાંચો: Dwarka: ઓખા નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપનો ભગવો લહેરાયો; વોર્ડ નં. 4 ની આખી પેનલ બિનહરીફ વિજેતા