ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં ભાડાના મકાનમાં એકલી રહેતી અમદાવાદ પોલીસની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતાં આસપાસના સ્થાનિક રહીશોએ શંકાના આધારે તપાસ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.
સેક્ટર-૩ડીમાં મહિલા પોલીસ કર્મીનો આપઘાત
બનાવની જાણ થતાં જ ગાંધીનગર સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મકાનનો દરવાજો ખોલી તપાસ કરતા મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવતી ડિવોર્સી હતા અને તેઓ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ ગાંધીનગર સેક્ટર-૩ડી ખાતે ભાડાનું મકાન રાખીને રહેતા હતા.
