ગાંધીનગરના સેક્ટર-5B માં એક અત્યંત લોહી ઉકાળનારી અને અરેરાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. એક પરિવાર પોતાનો પ્રવાસ પૂર્ણ કરીને મોડી સાંજે પોતાના ઘરે પરત ફર્યો હતો. પરિવારના સભ્યો કેબમાંથી ઉતરીને ઘર પાસે પોતાનો સામાન ઉતારવામાં વ્યસ્ત હતા.
ગાંધીનગરમાં કાળજું કંપાવી દેતી ઘટના
દરમિયાન, કાળ બનીને આવેલા કેબ ડ્રાઈવરે પાછળ કે આસપાસ જોયા વિના જ અચાનક ગાડી આગળ ધપાવી દીધી હતી. પરિવાર સામાન ઉતારવામાં રોકાયેલો હતો ત્યારે 1.5 વર્ષનું માસુમ બાળક અચાનક કારના આગળના ટાયરની ચપેટમાં આવી ગયું હતું. કેબ ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડી ચલાવતાં કારનું આગળનું ટાયર માસુમ બાળક પર ફરી વળ્યું હતું. ઘટનાને પગલે ગંભીર રીતે કચડાઈ જતાં બાળકનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું.
