હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. જે રાજ્યભરના ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ સાબિત થઇ શકે છે. તેમની આગાહી અનુસાર, ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલના મતે, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના જીલ્લાઓ માટે પણ આ સારા સમાચાર છે. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જે આ પ્રદેશના જળાશયો અને ખેતી માટે ફાયદાકારક નીવડશે.
સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે, ઓગસ્ટ મહિનો ગુજરાત માટે ચોમાસાનો મુખ્ય ગાળો હોય છે અને અંબાલાલ પટેલની આ આગાહી ચોમાસાના બીજા રાઉન્ડની સારી શરૂઆતનો સંકેત આપે છે. ખેડૂત અને સામાન્ય જનતાને આ વરસાદની આગાહીથી ઘણી રાહત મળશે તેવી અપેક્ષા છે. કારણ કે રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની જરૂરિયાત છે. જોકે, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓમાં પણ વધારો જોવા મળે છે અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.









