ગુજરાતમાં દિવાળીના તહેવાર પૂર્વે રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration - FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્યવ્યાપી દરોડા
તાજેતરમાં તારીખ 03 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે રૂપિયા 41 લાખની કિંમતના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઝુંબેશની મુખ્ય વિગતો,જપ્ત કરાયેલો જથ્થો, 8,684 કિલો, નાશ કરાયેલો જથ્થો, 2,861 કિલો અખાદ્ય ચીજ-વસ્તુઓ, નાશ કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત, રૂ. 41 લાખ.










