વિશ્વ પ્રવાસન દિવસ (વર્લ્ડ ટૂરિઝમ ડે) ના ખાસ અવસર પર ગુજરાત ટૂરિઝમ દ્વારા ગિફ્ટ સિટી ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોને બિરદાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામિતે ખાસ હાજરી આપીને પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી હતી.
ટૂરિઝમ ક્ષેત્રના અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ
આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ટૂર ઓપરેટરો, હોમ સ્ટે માલિકો, ટૂર ગાઇડ્સ અને હોટેલ ઓપરેટરો સહિત ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા અનેક અગ્રણીઓ અને ભાગીદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રવાસન ક્ષેત્રના તજજ્ઞોએ રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
