સોમનાથ વિકાસ પ્રોજેકટ ગતિમાં આવેલ છે અને મંદિર આસપાસની દુકાનોનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. મંદિર આસપાસની 157 જેટલી દુકાનો સ્વદેશી હાટમાં સ્થળાંતર કરવામાં આવી છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની આસપાસ ટ્રસ્ટ માલિકીની 157 જેટલી દુકાનો બનાવી દુકાનધારકોને આપવામાં આવી હતી. ખાલી પડેલ દુકાનો ઉપર બે જેસીબી, ટ્રેકટર, મજૂરો અને સોમનાથ ટ્રસ્ટ સુરક્ષા તંત્ર તથા પ્રભાસપાટણ પોલીસના બંદોબસ્ત સાથે તે જૂની દુકાનોનું ડિમોલીશન હાથ ધરાયું હતું. નવા સ્વદેશી હાટમાં 372 જેટલી દુકાનો ફાળવાઈ છે. દુકાનો પડાઈ રહી છે તે રસ્તા ઉપર ન જવા પ્રતિબંધ છે.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









