ગોધરા રેલવે સ્ટેશન નજીક આવેલા કાલાભાઇ પેટ્રોલ પંપ નજીક આવેલ ખંડુના પીઠામાં મધ્ય રાત્રીએ ભીષણ આગ લાગવા પામી હતી. ફાયર વિભાગના 3 ફાઇટર ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લાકડાના જથ્થા સાથે બાજુમાં આવેલ સ્ક્રેપનો જથ્થો આગની ચપેટ માં આવી જતા આગ વધુ પ્રસરી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આગની ઘટનામાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો બળીને રાખ થવા પામ્યો.
ગોધરા શહેરના કાલાભાઈ પેટ્રોલપંપ નજીક આવેલા એક લાકડાના ગોડાઉનમાં વહેલી પરોઢે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.ગોધરા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આજે વહેલી પરોઢે લગભગ ચાર વાગ્યાની આસપાસ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આ આગની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.










