પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન અને સેફ પંચમહાલ ફાઉંડેશન ધ્વારા ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગોધરામાં આ વર્ષે પણ પોલીસ હેડ ક્વાટર ખાતે નવલી નવરાત્રી ગરબા 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે મંદબુદ્ધિના બાળકો, વૃદ્ધ વડીલો અને અનાથ આશ્રમના બાળકો માટે પણ વિશેષ ગરબાનું આયોજન કરાયું છે. જેના થકી તેઓ પણ સમાજની મુખ્ય ધારા અને સંસ્કૃતિના પ્રવાહમાં ભળી જઈ ગરબાનો આનંદ માણી શકશે, તેમ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દુધાતે જણાવ્યું હતું.
ગોધરામાં પોલીસ હેડ ક્વાટર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન અને સેફ પંચમહાલ ફાઉંડેશન ધ્વારા નવલી નવરાત્રીના ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે. જે માટે શહેરના મધ્યમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનને આકર્ષક બનાવયું છે. ભવ્ય રોશની સાથે લાઈટિંગ ઉપરાંત સમગ્ર મેદાન ને સીસીટીવી કેમેરા સાથે સુરક્ષિત કરાયું છે. નવરાત્રી પર્વ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દુધાતે પત્રકાર પરિષદને સંબોધતા ગરબાના આયોજન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ આ વર્ષે પણ શ્રીજી કલાવૃંદના ગોપાલભાઈ પટેલ અને સાથી કલાકારો ધ્વારા ગરબા અને ટીમલીની રમઝટ બોલાવશે.
