છેલ્લા બે વરસથી શહેરા મામલતદાર,પ્રાંત અધિકારી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર કક્ષા સુધી રજૂઆત કરવા છતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ગામના સરપંચને આ બાબતે વારંવાર રજૂઆત મૌખિક કરવા છતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો છે.


શહેરા તાલુકાના બાહી ગામે તળાવમાંથી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી કોઈપણ પ્રકારની ખેતી થઈ શકતી નથી. કોઈક જગ્યાએ ખેતરોમાં ખેતી કરવામાં આવી છે તો ત્યાં પણ પાણી ભરાઈ જવાથી ખેડૂતોને ભારે નુકસાન સાથે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીઓ તેઓ છેલ્લા બે વર્ષથી વેઠી રહ્યા છે અને આ મામલે શહેરા મામલતદાર સહિત પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરવા છતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ પણ ગ્રામજનો ધ્વારા કરાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે અમુક ખેડૂતોની સર્વે નંબર વાળી જમીનો તળાવની નજીક છે. આ જગ્યા ઉપર રસ્તા પરનું તેમજ તળાવનું પાણી ખેતરોમાં ફરી જવાના કારણે કોઈજ ખેતી થઈ શકતી નથી અથવા તો જે જગ્યાએ ખેતી કરવામાં આવી છે તે પણ પાણીમાં નષ્ટ થવા પામી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ તેઓ પશુપાલન પર નિર્ભર છે પશુઓ માટે પાકું મકાન બનાવેલું છે. હાલમાં તેમનું ઘર અને 20 કરતા વધુ પશુઓ પાણીમાં રહેવા મજબૂર છે. આ અંગે ખેડૂતોએ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને અન્ય આગેવાનોને બોલાવીને સ્થળ તપાસ કરાવી હતી. આગેવાનોએ જેસીબી મશીન દ્વારા પાણીનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. પરંતુ આજદિન સુધી કોઈ મદદ ન મળતા તેઓએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી છે.

ગોધરા : ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં તા.22 જૂન થી વર્ષા ઋતુનો શુભારંભ થઈ જવા પામ્યો હતો. જે ગત તા.7 સપ્ટેમ્બર સુધી અવિરત રહેવા પામ્યો હતો. હવે છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વીરામ લેતા શહેરીજનો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની સિઝન શરૂ થયા બાદ ખેડૂતો ધ્વારા પોતાના ખેતરોમાં મકાઈ, ડાંગર,સોયાબીન સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ અનુકૂળ મોસમ અનુસાર દવા છંટકાવ,નિંદામણ કરવામાં આવ્યું હતું.પણ સત્તત ભારે વરસાદ અને તેજ પવનના પગલે ખેતરોમાં ઊભા પાક સુઈ જવા પામ્યા હતા. જેથી પાકનો વિકાસ રૂંધાયો હતો અને ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. હાલ વરસાદે વીરામ લેતા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ રાહત અનુભવી છે અને જે બચી ગયેલો થોડો ઘણો ઉભો પાક હાથમાં આવશે તેમ ખેડૂતો ને લાગી રહ્યું છે. હાલ તો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઉઘાડ નિકળતા તડકો પડી રહ્યો છે. તે આમ તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ધ્વારા કરવામાં આવેલા ખેતી પાકને સુકવવા માટેનું કહેવાય છે, પણ આ તડકો પડવાથી લોકો પણ બીમાર પડી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.


  • Follow us on: