ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં મુન્ના કાંટાથી એમ.ઈ.ટી સ્કૂલ સુધીના રોડની હાલત અત્યંત કફોડી બની છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ રોડ નિર્માણના એક જ મહિનામાં તૂટી જતાં સ્થાનિક રહેવાસીઓ તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરાના પશ્ચિમ વિસ્તારનો આવેલ મુન્ના કાંટાથી એમ.ઈ.ટી સ્કૂલ સુધીનો રોડની હાલત અત્યંત ખરાબ થઈ છે, લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ રોડનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું, પરંતુ હલકી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગ કરી ફ્ક્ત લીપાપોતીના કરેલા કામને કારણે રોડ બન્યાના એક જ મહિનામાં તૂટી ગયો પરંતુ રોડનું સમારકામ હજુ સુધી થયું નથી. રોડ પર પડેલા આ મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કર્યું, અને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ ધ્યાન આપતું નથી. જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે, અને પાલિકા તંત્ર પાસે આ રોડના તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે.










