ગોધરા ખાતે રાજ્યના સહકાર મંત્રીની અધ્યક્ષતામાં પંચમહાલ ડેરી અને પીડીસી બેંકના સંયુક્ત ઉપક્રમે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સેમિનાર યોજાયો હતો.
નાફેડના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પણ જીએસટી સ્લેબના સુધારા નિર્ણયને આવકાર્ય ગણાવતાં આગામી દિવસોમાં આ નિર્ણયથી પશુપાલકોને મોટો ફાયદો થશે એમ જણાવ્યું હતું સાથે જ તેઓએ જાહેર મંચ પરથી આગામી સમયમાં ડેરી મારફ્તે દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવતાં નાણાં હવે સીધા જ તેમના બેન્ક ખાતામાં જમા થશે એમ જણાવ્યું હતું અને તમામ સભાસદો, ટીચર્સ સોસાયટી સહિત પીડીસી બેન્ક સાથે જોડાઈ લેવડ દેવડ કરે એવી અપીલ કરી છે. રાજ્યના સહકાર વિભાગના કેબિનેટ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગોધરાની પંચામૃત ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ વિભાગની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંચમહાલ જિલ્લાના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતો-દૂધ ઉત્પાદકોને સીધી રીતે લાભકારી બની રહે એવા નિર્ણયોની ચર્ચા કરાઈ હતી. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લાના સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં ડેરીના ચેરમેન જેઠા ભાઇ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.










