રાજકોટના ગોંડલમાં યુવાનનું ચેકડેમમાં ડૂબી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ચોરડી ગામે માલધારી યુવાન પશુ ચરાવવા ગયો હતો. અકસ્માતે પગ લપસી જતા યુવાન ચેકડેમમાં પડ્યો હતો. ચેકડેમમાં ડૂબી જતા ભાણજી ટોળીયાનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ઘટનાની જાણ લોકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ આસપાસના સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.

ગોંડલમાં યુવાનનું ચેકડેમમાં ડૂબી જતા મોત 

ગોંડલ તાલુકાના ચોરડી ગામના માલધારી યુવાનનું ચેકડેમમાં ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. માલધારી યુવાન ચેકડેમ નજીક પશુ ચરાવતા સમયે અકસ્માતે પગ લપસી જતા ચેકડેમમાં પડી ગયા હતા. ચોરડી ગામના સિમ વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાછળ આવેલ ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે.

યુવાન પશુ ચરાવવા ગયો હતો

ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ આસપાસના સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક ભાણજી ઉર્ફે હીરો હમીરભાઈ ટોળીયા (ઉ.વ.39) રહે. ચોરડી નામના યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતકના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
  • Follow us on: