રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી પૈકીના રીબડાના રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા બનાવના છ મહિના ફરાર રહ્યા બાદ સોમવારની રાત્રે ગોંડલ તાલુકા પોલીસમાં સરેન્ડર થતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રીબડા રહેતા અમિત દામજીભાઇ ખૂંટે તા.5/5/2025 નારોજ પોતાની વાડીએ ગળાફંસો ખાઇ આપઘાત કર્યો હતો. અમિતે લખેલી સ્યૂસાઈડ નોટમાં પોતાને ખોટી રીતે હનીટ્રેપમાં ફ્સાવી મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિતના નામ લખ્યા હોય તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહ ફરાર થઇ ગયા હતા. એક દોઢ માસ પહેલાં આ બનાવમાં અનિરુદ્ધસિંહ કોર્ટમાં સરેન્ડર થતા પોલીસે તેનો કબજો સંભાળી રિમાન્ડ સહિતની કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયા હતા. દરમ્યાન પોલીસ ફરીયાદના છ મહિના બાદ રાજદિપસિંહ તાલુકા પોલીસમાં સરેન્ડર થયા છે. અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં પોલીસ ફરીયાદ થયા બાદ રાજદિપસિંહે ગોંડલ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ તમામ કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થયા હતા. હજુ અન્ય આરોપી રહીમ મકરાણી નાસતો ફ્રતો હોય હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.










