રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસના આરોપી રાજદીપસિંહ જાહેજાની આગોતરા જામીન અરજી ગોંડલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી આરોપીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.


જમીન અરજી ફગાવાઈ

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાની સંડોવણી સામે આવ્યા બાદ તેન્મની ધરપકડ ટાળવા માટે તેમણે આગોતરા જામીન અરજી કરી હતી. જોકે, ગોંડલ કોર્ટે પુરાવાઓ અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેમની અરજી ફગાવી દીધી છે. હવે પોલીસ કોઈપણ સમયે તેમની ધરપકડ કરી શકે છે.

કેસમાં આગાઉ થયેલી કાર્યવાહી

આ કેસની તપાસ દરમિયાન, અમિત ખૂંટના આપઘાત બાદ દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાના વકીલ ભૂમિ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. વકીલે સગીરાની ઓળખ છતી કરી હોવાથી ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પોક્સો અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદને કારણે કેસ વધુ ગૂંચવણમાં મુકાયો હતો. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે પોલીસની આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે. કોર્ટના આ નિર્ણય બાદ આરોપી રાજદીપસિંહ જાડેજાની ધરપકડ લગભગ નિશ્ચિત મનાય રહી છે જે આ કેસમાં વધુ નવા ખુલાસાઓ લાવી શકે છે.


  • Follow us on: