ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ અને જેલ સહિતના બાંધકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દહેગામ ખાતે બનનારી જેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના બજેટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગમાં 273 કરોડના ખર્ચે પોલીસ પ્રજાની રક્ષા કરે અને સરકાર પોલીસની દરકાર કરે એ માટે આવાસનું ખાતમુહુર્ત કર્યું છે. બજેટમા પોલીસ પરિવાર માટે આગામી પાંચ વર્ષમાં 20400 મકાન બનશે.
ગુજરાતનો વિકાસ વધે તેવું ઐતિહાસિક બજેટ
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ વધે તેવું ઐતિહાસિક બજેટ છે. 4.8 લાખ કરોડનું બજેટ રજૂ કરવા બદલ નાણા મંત્રીને અભિનંદન પાઠવુ છું. તમામ સમાજના વિકાસ માટે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે. પોલીસના પરિવારો માટે આગામી પાંચ વર્ષમાં 20 હજાર મકાનો બનશે. એક વર્ષમાં 75 ટકા ઘર બનાવવાની મંજૂરી મળી છે. 1500 કરોડ રૂપિયાનું બજેટ પોલીસ હાઉસિંગ માટે છે. સીપીસી કેન્ટિનનું લોકાર્પણ કરાયું છે. સ્વદેશી વસ્તુના વેચાણ માટે પ્રયાસ કરાશે. કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા પોલીસ પરિવાર માટે એક સાથે એટલા મોટા પ્રમાણમા મકાન બનવાનો નિર્ણય નથી કર્યો










