ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ માટે કુલ ₹2,902 કરોડની જોગવાઈ સૂચવી છે. મુખ્ય યોજનાઓમાં નમો ગુજરાત કૌશલ્ય મિશન, MYSY, ITI વિકાસ, કોલેજો અને યુનિવર્સિટી સુવિધાઓ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પ્રોજેક્ટ્સ શામેલ છે. આ પગલાં રાજ્યમાં કુશળ માનવબળ વધારવા, યુવાનોને રોજગારી તકો આપવા અને ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવવા માટે છે.


1. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર

  • નમો ગુજરાત કૌશલ્ય મિશન: કુશળ માનવબળ તૈયાર કરવા માટે ₹226 કરોડની જોગવાઈ.
  • શ્રમિક કલ્યાણ: શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે ₹200 કરોડ, PM સેતુ યોજના માટે ₹200 કરોડ અને શ્રમિક બસેરા યોજના માટે ₹150 કરોડની ફાળવણી.
  • •ITI અપગ્રેડેશન: 16 નવી ITI બિલ્ડિંગ માટે ₹97 કરોડ અને નવી યંત્ર સામગ્રી માટે ₹84 કરોડ ફાળવવામાં આવ્યા છે.

2. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY): 90 હજારથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા માટે ₹400 કરોડની જોગવાઈ.
  • નવી કોલેજો: રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા અને હયાત બિલ્ડિંગો માટે ₹126 કરોડ ફાળવાયા છે.

3. એજ્યુકેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  • i-Hub અમદાવાદ અને પ્રાદેશિક કેન્દ્રો માટે ₹80 કરોડ.
  • L.D. એન્જિનિયરિંગ કોલેજ (અમદાવાદ) ખાતે નવા હોસ્ટેલ બ્લોક અને રિસર્ચ પાર્ક માટે કુલ ₹102 (51+51) કરોડની જોગવાઈ.
  • L.E. કોલેજ (મોરબી) ના અપગ્રેડેશન માટે ₹35 કરોડ.
  • નવા અભ્યાસક્રમો: સેમી-કન્ડક્ટર, વાઈલ્ડ લાઈફ લર્નિંગ અને હેરિટેજ જેવા આધુનિક કોર્સ માટે ₹28 કરોડની જોગવાઈ.

3. યુવા કલ્યાણ અને પ્રોત્સાહન

  • ઇન્ટર્નશિપ સહાય: 2.12 લાખ વિદ્યાર્થીઓને કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ આર્થિક પ્રોત્સાહન આપવા ₹43 કરોડની જોગવાઈ.
  • મેન્ટલ હેલ્થ: રાજ્યના અંદાજે 19.84 લાખ વિદ્યાર્થીઓ માટે યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવશે.
  • રમતગમત અને સંરક્ષણ: યુનિવર્સિટીઓમાં સ્પોર્ટ્સ સુવિધા માટે ₹96 કરોડ અને રાજકોટમાં NCC લીડરશીપ એકેડેમી માટે ₹31 કરોડની ફાળવણી.

આ પણ વાંચો- Gujarat Budget 2026 : સોમનાથ બનશે 'ગ્લોબલ ડેસ્ટિનેશન', અને 2026 જાહેર થયું ગુજરાત પ્રવાસન વર્ષ, જાણો બજેટની મોટી જાહેરાતો

  • Follow us on: