રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ છે. ત્યારે વિવિધ શહેરો પાણી-પાણી થતા જોવા મળ્યા છે. જળબંબાકારની સ્થિતિને જોતા તંત્રએ સ્થાનિકો સુધી મદદ પહોંચાડવા તજવીજ હાથ ધરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ

હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તો આ તરફ, આણંદ, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની ભયંકર સ્થિતિ જોવા મળી છે. અહીં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો સાથે જ બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદી માહોલ જામ્યો છે. તો વડોદરા, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળશે. દમણ, દાદરા નગર હવેલી, રાજકોટમાં પણ વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવશે. જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં પણ વરસાદ મામલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો આ તરફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યુ છે. 
  • Follow us on: