ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. અમદાવાદના શહેરીજનો ખાડારાજથી ત્રાહિમામ થયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા-ખાડા જ જોવા મળી રહ્યા છે, વાસણા વિસ્તારમાં ખરાબ રોડથી હાલાકી જોવા મળી રહી છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, શું આ અમદાવાદ કે ખાડાબાદ? હલકી કક્ષાનું મટિરીયલ વાપર્યાનો આરોપ લગાવી રહ્યા છે.

શું આ અમદાવાદ કે ખાડાબાદ?

અમદાવાદના શહેરીજનો વરસાદની શરૂઆતમાં જ ખાડારાજથી ત્રાહિમામ થયા છે. વાસણા વિસ્તારમાં ખરાબ રોડથી હાલાકી જોવા મળી રહી છે. શહેરમાં ખરાબ રોડ તો ક્યાંક આખો રોડ જ ગાયબ જોવા મળી રહ્યો છે. તંત્રની જવાબદારીથી બનેલા રોડ તૂટયા બાદ બેદરકારી સુધારવા કોઈ તૈયાર નહીં, ખરાબ રોડ પાછળ તંત્રની બેદરકારી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

વાસણા ખરાબ રોડથી લોકો ત્રાહીમામ

વાસણા વિસ્તારમાં ખરાબ રોડથી વાહનચાલકો ત્રાહિમામ થયા છે. શહેરમાં અનેકવાર અકસ્માત થયા હોવા છતાં તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં ખાડાની સ્થિતિ જોવા મળી રહી છે તેથી રહીશો ખાડામાં પડી રહી છે. આ જોખમી ખરાબ રોડથી છુટકારો અપાવવા તંત્ર સામે પ્રજાની માંગ ઉઠી રહી છે.

અમદાવાદમાં 1,183 ખાડા નોંધાયા

અમદાવાદમાં બે સારા વરસાદ વરસ્યા બાદ જ શહેર ખાડાવાદ બની ગયું છે. માત્ર 2 વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે. અત્યાર સુધીમાં AMCના ચોપડે 1,183 ખાડા નોંધાયા છે. સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 1,020 ખાડા પડ્યા છે. ત્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 34, ઉત્તર ઝોનમાં 22 ખાડા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40, મધ્ય ઝોનમાં 17 ખાડા અને દક્ષિણ ઝોનમાં 50 ખાડા પડ્યા છે. AMC રોડ કમિટી ચેરમેન જયેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં આ તમામ સ્થળ પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે. ગયા વર્ષે 60,000થી વધારે નાના મોટા ખાડા શહેરમાં પડ્યા હતા.

  • Follow us on: