Gujarat Policeમાં ટેક્નિકલ કેડરની ભરતી માટે આગામી 23 ઓગસ્ટના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે 25 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહી પરીક્ષા આપશે. ત્રણ ટેક્નિકલ કેડરની પોલીસ ભરતી માટે આ લેખિત પરીક્ષા યોજાઈ રહી છે.
ગુજરાત પોલીસ ટેક્નિકલ ભરતી પરીક્ષા
પરીક્ષાના પેપરને લઈને પણ મહત્વની વિગતો સામે આવી છે. ઉમેદવારો માટે MCQ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે, જેમાં આશરે 200થી 210 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાને લઈ પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા વ્યવસ્થાને સુચારુ રીતે પાર પાડવા માટે રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષા કામગીરીમાં રાજ્યના આશરે 1100 પોલીસ અધિકારીઓ ઉપરાંત શિક્ષણ વિભાગના 1500 જેટલા અધિકારીઓ પણ જોડાશે.
