ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 1-2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. ત્યારે બોર્ડની પરીક્ષા બાદ જૂન મહિનામાં ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ આવતીકાલે 17 જુલાઈએ સવારે 9 વાગ્યે જાહેર થશે. શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.













