ગુજરાતમાં હાલ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે અને રાજ્યવાસીઓ ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આવનારા દિવસોમાં રાજ્યમાં મિશ્ર ઋતુની સ્પષ્ટ અસર જોવા મળશે. વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે તાપમાન ઊંચું જતાં ગરમીનો અહેસાસ થશે. વાતાવરણમાં આવી રહેલા આ ફેરફારથી બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે.

7 દિવસ સૂકું વાતાવરણ અને ઉત્તર-પશ્ચિમી પવનો

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદ પડાવાની કોઈ જ શક્યતા નથી. વરસાદની સંભાવના નહિવત હોવાથી ખેડૂતો અને સામાન્ય જનજીવન માટે રાહતના સમાચાર છે.

Mixed season begins in Gujarat

મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી જવાની શક્યતા

આગામી દિવસોમાં ગરમીના પારામાં પણ વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ તેજ રહેતા ગરમી વધશે, જ્યારે સવારના સમયે ઠંડા પવનોને લીધે વાતાવરણ આહલાદક બનશે. વાતાવરણમાં અચાનક આવતા આ ઉતાર-ચઢાવને કારણે લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો