હાલોલના હાર્દસમા એવા મેઈન બજાર વિસ્તારમા ખુલ્લી ગટરોના ઉભરાતા પાણીના આ દૂષણને અટકાવવા માટે ચોકઅપ થઈ ગયેલ ચેમ્બરોની નિયમિત સાફ સફાઈ કરાવવાના બદલે પાલિકા દ્વારા બજાર વિસ્તારની ખુલ્લી ગટરોના વહેતા પાણીને કાયમી બંધ કરવા માટે તેના જોડાણો ભૂગર્ભ ગટરની ચેમ્બરોમા આપવાની કામગીરી કરાઈ રહી છે. પરંતુ તંત્ર દવારા આ કામગીરીઓ પેટે બજાર વિસ્તારમા જે તે મિલકત ધારકો પાસે બાહેધરી પત્રક ઉપર લાભાર્થીની સહીઓ કરાવવા માંગે આશ્ચર્યની બાબત છે. તંત્ર દ્વારા એક જ ફોર્મેટમાં તૈયાર કરેલા આ બાંહેધરી પત્રકમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ખાનગી સોસાયટી જન ભાગીદારીની ગ્રાન્ટ હેઠળ કામગીરી કરવામા આવેલ છે.
મારો કોઈપણ પ્રકારનો વાંધો નથી, તથા સરકારના નગર પાલિકાના તમામ નિયમોનુ હું પાલન કરવુ બાંહેધરી આપુ છુ, ના લખાણ સાથે લાભાર્થીની સહીઓ લેવાની આ કાર્યવાહીને લઈને ગંભીર ચર્ચાઓ ઉભી થવા પામી છે. કારણકે આ બાંહેધરી પત્રકમાં કઈ કામગીરીનો કોઈ ઉલ્લેખ નથી, ખુલ્લી ગટરોના ભૂગર્ભ ગટરોમા જોડાણો આપવાની આ કામગીરીમા ખાનગી સોસાયટી જન ભાગીદારીની ગ્રાન્ટનો ઉલ્લેખ સામે આશંકાઓ ઉભી થઈ છે.










