હાલોલ વડોદરા ટોલ રોડ પર હાલોલ ટોલનાકા ખાતે વડોદરાથી હાલોલ તરફ્ના ટ્રેક પર ટોલગેટ નંબર 6ના પ્રવેશ દ્વાર પર મસ મોટા ખાડાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ટોલ કંપનીની નિષ્કાળજીના પગલે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


હાલોલ - વડોદરા ટોલ રોડ પર હાલોલ ટોલનાકા ખાતે વડોદરા તરફના ટ્રેક પર ગેટ નંબર 6 પર મસ મોટા ખાડાના કારણે વાહનો ખાડામાં પછડાય છે. જેના કારણે વાહનોમાં નુકસાન થતું હોય છે. જ્યારે વાહનમાં બેઠેલા લોકોને પણ શારીરિક તકલીફ્ થતી હોય છે. જોકે અહીંયા ક્ષ્દીવા તળે અંધારુંખ્ની ઉક્તિ સાર્થક થતી જોવા મળી રહી છે. ટોલનાકાના એન્ટ્રી પોઇન્ટ ની ઉપર જ ટોલનાકાની ઓફ્સિ આવેલી છે. શું ટોલનાકાના અધિકારીઓને તેઓના પગથિયાઓ આગળ પડેલા મસ મોટા ખાડા ઓ નજરે પડતા નહીં હોય ? એક તરફ્ રાજ્ય સરકાર દ્વારા હાલના સમયમાં માર્ગો પર ખાડા ઓ અંગે રાજ્ય સરકાર ની ઝીરો ટોરન્સ ની નીતિ અપનાવવામાં આવી છે. ત્યારે ટોલ રોડની આ સ્થિતિ છે તો ટોલ વગરના માર્ગોની શું સ્થિતિ હશે તેની કલ્પના કરવી રહી કેમ વાહન ચાલકો માં ચર્ચાઇ પણ રહ્યું છે. હાલોલ વડોદરા ટોલ રોડ કંપની દ્વારા કમ સે કમ તેઓના ટોલનાકા ખાતેના ખાડા ઓ તાત્કાલિક અસરથી દુરસ્ત કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.


  • Follow us on: