હાલોલની GFL કંપનીમાં ગેસ ગળતરનો કેસમાં ગેસ ગળતરનો ભોગ બનેલા કર્મચારીનું મોત થયું છે. ગોરવામાં રહેતા સંજયભાઇ મહીડાનું મોત થયું છે. છેલ્લા 15 વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા. ગેસ ગળતરની અસર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા યોગ્ય વળતરની માગ કરવામાં આવી છે.
હાલોલની GFL કંપનીમાં ગેસ ગળતરનો કેસ
ગુજરાત ફ્લોરો કંપનીમાં ગેસ ગળતરનો એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. આ ઘટનામાં ઘણા લોકોને અસર થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના મામલે હજુ સુધી ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે આ મામલે પ્રથમિક તપાસમાં લીકેજ બેલોઝ જે પાઇપલાઇનનો એક ભાગ છે ત્યાં થયું હોવાનું જણાય છે. આ અંગે ચોક્કસ તપાસ કરવામાં આવશે ત્યારે કારણ જાણવા મળશે.
પરિવારજનો દ્વારા યોગ્ય વળતરની માગ કરી
હાલોલની જી. એફ. એલ કંપનીમાં બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની ઘટના બની હતી. ગેસ ગળતરનો ભોગ બનેલા કર્મચારીનું મોત થતા પરિવારે યોગ્ય વળતરની માગ કરી છે. ગોરવા વિસ્તારમાં રહેતા સંજયભાઇ મહીડાનું આ ઘટનામાં મોત થયું છે. પાછલા 15 વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા. ગેસ લીકેજ થવાને કારણે તેઓને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું.