દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને આ દિવસોમાં દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. કારણ કે દીવા પ્રગટાવવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. જેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિની વર્ષા થાય છે. આવા જ શુભ આશયથી હળવદ શહેર ખાતે વર્ષ 1991થી શરૂ થયેલી શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રાય દિવ્યાંગ બાળકોના કલ્યાણ માટે કાર્ય શરૂ કરવામાં આવેલ અહીં દિવ્યાંગજનોને આશ્રાય, ભોજન સેવા, અને સુશ્રુષા નિશુલ્ક ધોરણે આપવામાં આવે છે. સાથે સાથે દિવ્યાંગજનો સરકારના લોકલ ફેર વોકલ અને સ્કીલ ડેવલપમેન્ટના અભિગમને આગળ વધારતા સ્વાવલંબી બનવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે. તેઓ દ્વારા મીઠાઈ બોક્સ, વિવિધ પ્રકારની ઓફ્સિ ફાઇલ, માટીમાંથી દીવડા અને દીવડાને કલર કરી લોકો સુધી પહોંચાડવાનો અનેરો ઉત્સાહયુક્ત સ્વાવલંબી બનવાનો પ્રયાસ પણ આ સંસ્થા કરી રહી છે. ખાસ તો છેલ્લા ચાર વર્ષથી દિવાળીના પર્વ નિમિત્તે દર વર્ષે હજારોની સંખ્યામાં દીવડાવો લોકોના ઘર સુધી પહોંચે અને તે પણ નિઃશુલ્ક તેઓ પ્રયાસ સંસ્થા કરી રહી છે. દિવડાઓને તૈયાર કરવા માટે સંસ્થાના સનિષ્ઠ સેવકો, શિક્ષક ગણ જેવો પોતાની નિષ્ઠાથી બાળકોની અંદર છુપાયેલી કસબને બહાર લાવવા માટે પ્રયત્નો કરી અને ઉદાહરણરૂપે કલરફુલ દીવડા બનાવી જેનું રાજ્યના વિવિધ શહેરોમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આગામી દિવસોમાં આવતા દિવાળી પર્વ માટે કલર દીવડા બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે .સંસ્થાના એમડી જીતેન્દ્રભાઈ જોષીના જણાવ્યા મુજબ અમારી સંસ્થાના દિવ્યાંગ બાળકો હાલ જાત મહેનતથી કલરફુલ દીવડાવો સંસ્થામાં રહીને બનાવી રહ્યા છે. જેનું રાજ્યના વિવિધ શહેરોમાં નિઃશુલ્ક વિતરણ દિવાળી પહેલા કરવામાં આવશે.



  • Follow us on: