હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે પીજીવીસીએલના લાઈનમેનનું વીજ શોક લાગવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે હળવદ હોસ્પિટલમાં વીજ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા.


BoGCEX પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે 66 કેવી સબ સ્ટેશનમાં ફરજ બજાવતા બાબુભાઈ શિયાળીયા ઉ.વ.40 વીજ લાઈનનું કામ કરી રહ્યા હતા. ત્યારે તેઓને વીજ શોક લાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તુરંત મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેઓ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેઓનું મોત થઈ ગયું હતું. બાદમાં મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. અહીં વીજ તંત્રના અધિકારીઓ સહિતના દોડી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતક બાબુભાઈમૂળ લખતર તાલુકાના વતની હતા. તેઓ સુંદરી ભવાની ગામે ફરજ હોવાથી અહીં જ સ્થાયી થયા હતા. તેઓના ઓચિંતા મૃત્યુથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.


  • Follow us on: