તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 69 મી અખિલ ભારતીય શાળાકીય રમતોમાં હેન્ડબોલની મોરબી જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં હળવદની તક્ષશિલા શાળાના વિદ્યાર્થીઓની અન્ડર- 14 અને અન્ડર- 17 કેટેગરીમા પહેલો નંબર મેળવ્યો હતો. ફાઈનલમાં તક્ષશિલા સ્કૂલ ના 47 અને સાર્થક સ્કૂલ 26 ગોલ હતા. ફાઇનલ મેચ મા તક્ષશિલા સ્કૂલે 21 ની લીડથી જીત મેળવી હતી. શાળાના પ્રકાશ જોગરાણા ના કોચિંગ હેઠળ સુંદર દેખાવ કરીને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા હતા. ગોલકીપર તરીકે રંગપરા પ્રશાંત ગાળીયા મનહર અને ગણેશ ત્રણેય મળીને 19 ગોલનો બચાવ કર્યો હતો. કેપ્ટ્ન સેફાતરા સંજય. ગોલતર વિશાલ. અઘારા જયદીપ તરીકે શ્રોષ્ઠ કામગીરી કરી હતી. રેફરી તરીકે છગનભાઇ ચોસલા અને અજાણા ભાવેશે સેવા આપી હતી. ઈન્સ્કુલ કોચ પ્રકાશ જોગરાણા અને પૂજાબેને માર્ગદર્શન પુરુ પાડયું હતુ. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમુખ ડાયાભાઈ ગરધરિયા, ટ્રસ્ટી રમેશ કૈલા અને એમ.ડી. ડો. મહેશ ગરધરિયાએ અભિનંદન આપ્યા હતા.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









