ઝાલાવાડમાં ખેતીવાડી છેત્રે અગ્રેસર ગણાતા હળવદ તાલુકામાં ચાલુ વર્ષે ઉનાળુ તલનું વાવેતર પાછલા વર્ષ કરતા વધારે થતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ તલ ધરખમ આવક થઈ રહી છે. આ વર્ષે હળવદ પંથકમાં તલનું વધુ વાવેતર હોવાને લીધે માર્કેટ યાર્ડમાં હાલ ઉનાળુ તલની મોટી સીઝન ચાલી રહી હોય એમ ઢગલા મોઢે તલનો પાક ઠલવાયો છે. દરરોજની સરેરાશ 17 હજાર મણ તલની આવક થાય છે. જ્યારે બીજી તરફ્ ખેડૂતોને તલના પ્રતિ મણ દીઠ રૂ.1400થી લઈને 1950 રૂપિયા સુધીનો સારો ભાવ મળી રહ્યો છે. સાથે સાથે ગવાર, એરંડાની 5 હજાર મણ આવક થઈ છે. હળવદ માર્કેટ યાર્ડના સેકેટરી મહેશભાઈ પટેલના વધુમાં જણાવ્યા મુજબ હાલ વરસાદી વાતાવરણ અને આગાહીને પગલે ખેડૂતો દ્વારા લવાતો તલનો માલ શેડ નીચે ઉતરવામાં આવે છે. જેથી આજની આવક થતા માલની હરાજી આજ અને આવતીકાલ સુધી કરવામાં આવે છે. જેથી ત્રીજા દિવસે ફરી માલની આવક નોંધવામાં આવે છે.



  • Follow us on: